Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વિદેશી ફેન્સ પટાવવા માગે છે રશિયન યુવતીઓને

ફૂટબોલ વર્લ્ડકપને કારણે રશિયામાં મોટી સંખ્યામાં આવેલા દર્શકો સ્થાનિક યુવતીઓ સાથે સંપર્ક વધારવાના રસ્તા શોધી રહ્યા છે

રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડકપની મેચોનો આનંદ ઉઠાવવા ઉપરાંત વિદેશના ઘણા પ્રશંસકો સ્થાનિક યુવતીઓ સાથે મેળ મેળાપ વધારવામાં ઘણો રસ દાખવી રહ્યા છે. આવી જ સ્થિતિ આર્જેન્ટીનાથી અહિં આવેલા એક પ્રશંસક ઓથેલોની છે. જે મોસ્કોના પાર્કમાં બેસીને સમીક્ષા કરવાને બદલે પોતાના ફોનમાં કેટલી રશિયન યુવતીઓના નંબર એ ગણવામાં વ્યસ્ત છે.

આર્જેન્ટીનાની ટીમની જર્સી પહેરીને ફરનારા ૨૬ વર્ષના એન્જીનિયર ઓથેલોને જયારે આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યું, ચાર. ઓથેલોના મિત્રો વચ્ચે એવી સ્પર્ધા ચાલી રહી છે કે કોની પાસે સૌથી વધુ રશિયન યુવતીઓના નંબર હશે. ઓથેલોને એવી આશા છે કે તેના આકર્ષક વ્યકિતત્વનો ફાયદો તેને મળશે તેમ જ તેને પોતાની પ્રેમિકા પણ મળશે. ઓથેલોએ કહ્યું હતું કે અમને ખબર નથી કે અહીં મેચ ન હોય તો શું કરવાનું એથી અમે વિચાર્યુ કે રશિયાના લોકોને વધુ સારી રીતે જાણીએ.

ઓથેલોની જેમ આર્જેન્ટીનાથી આવેલા અન્ય પ્રશંસકો ડેટીંગ એપ્લીકેશન ટીન્ડર પર રશિયાની યુવતીઓના સેલ્ફી જોઈ રહ્યા છે. ઓથેલોએ કહ્યું હતું કે આ મામલે ઘણી સ્પર્ધા છે, કારણ કે વર્લ્ડ કપ માટે મોટી સંખ્યામાં પુરૂષો રશિયામાં આવ્યા છે. વળી અહિંની બહુ ઓછી યુવતીઓ અંગ્રેજી કે સ્પેનીશ ભાષા જાણે છે. ભાષાની મુશ્કેલી છતાં વિદેશી પ્રશંસકો રશિયન લોકોને મળવાથી જાતને રોકી નથી શકતા.

(3:28 pm IST)