Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

હાર્દિક પંડ્યાની છે અનેક ગર્લફ્રેન્ડ્સ, ઘણી વખત ભૂલી જાય છે નામ : લોકેશ રાહુલે ખોલ્યુ સિક્રેટ

એક ટોક-શોમાં ભારતીય ઓપનર અને રવિચન્દ્રન અશ્વિને જણાવી ડ્રેસીંગ રૂમની વાતો

લોકેશ રાહુલને મેદાનની અંદર અને બહાર હાર્દિક પંડ્યા સાથે ઘણુ બને છે. લોકેશ રાહુલ તાજેતરમાં જ વિક્રમ સાઠેના  'વોટ ધ ડક ૩' ચેટ-શોમાં રવિચન્દ્રન અશ્વિન સાથે ગયો હતો. જેમાં તેણે વડોદરાના ઓલરાઉન્ડર ખેલાડી વિશે અનેક ચોંકાવનારી વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે હાર્દિક અવાર નવાર યુવતીઓને મળે છે ત્યારે મને બહુ એકલુ લાગે છે, કારણ કે હાર્દિક કયારેય મને યુવતીઓ સાથે ઓળખાણ કરાવતો નથી. તેને ડર લાગે છે કે હું તેની પાસેથી યુવતીઓને છીનવી લઈશ, પરંતુ જયારે હાર્દિક કોઈ યુવતીનું નામ ભૂલી જાય છે ત્યારે તે મને બોલાવે છે જેથી તેનું નામ જાણી શકે.

લોકેશ રાહુલ અને અશ્વિને ડ્રેસીંગ રૂમનાં કેટલાક સીક્રેટ પણ ખોલ્યા હતા. રાહુલે કહ્યું હતું કે હાર્દિક વિરાટ કોહલીનો સૌથી મોટો ચુગલખોર છે. મને તેની સામે કંઈ પણ વાત કહેવાની બીક લાગે છે. અમે કોહલીથી છુપાઈને કંઈપણ વાત કરીએ તો તે એ વાત કોહલીને કહી દે છે. તે કયારે કોઈની સામે શું બોલી દે એની તેને જ ખબર નથી હોતી. જો કે વ્યકિત તરીકે તે બહુ સારો છે.

(3:24 pm IST)