Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વેડ આઉટ થતાં ગુસ્‍સે ભરાયોઃ ડ્રેસીંગરૂમમાં હેલ્‍મેટનો ઘા કર્યો

નવી દિલ્‍હીઃ ગઈકાલના મેચમાં બેટર મેથ્‍યુ વેડ ૧૩ બોલમાં ૧૬ રન બનાવીને એલબીડબ્‍લ્‍યુ થયો હતો. અમ્‍પાયરના નિર્ણયથી ભારે નારાજ થઈને તેણે રિવ્‍યુ લીધો હતો. રિવ્‍યુમાં તેને આઉટ જાહેર કરવામાં આવ્‍યો હતો.

ભારે હતાશ અને ક્રોધિત વેડે ડ્રેસિંગરૂમમાં પાછો ફરી હેલ્‍મેટ ફેંકી હતી અને બેટ પછાડીને તોડયું હતું અને એ રીતે તેણે ગુસ્‍સો ઠાલવ્‍યો હતો. વેડનો આ વિડિઓ ભારે વાઈરલ થયો હતો.

(4:25 pm IST)