Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ટીમ ઇન્ડિયા હારતી ત્યારે થતું કે હું ટીમમાં હોત તો ભારત જીતી જાતઃ કોહલી

નવી દિલ્હી,તા.૨૦: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે મેચ દરમ્યાન તેણે પોતાના કૌશલ્ય પર કયારેય શંકા નથી કરી. નાનપણમાં સૂતી વખત તેને વિચાર આવતો કે જે મેચ હારી ગયા તે મેચ જીતી શકાય તેમ હતો.

કોહલીએ બાંગ્લાદેશના બેટસમેન તમીમ ઇકબાલ સાથે ફેસબુક લાઇવ પર કહ્યું, 'ઇમાનદારી પૂર્વક કહું તો મેં કયારેય પોતાની જાત પર શંકા નથી કર્યો' તેમણે જણાવ્યું કે જ્યારે તે ભારતની મેચ જો તો તેને એવું લાગતુ કે તે આ રનનો પીછો કરી શકે તેમ છે.  તેણે કહ્યું, 'હું જ્યારે નાનો હતો અને હું ભારતના મેચ જોતો અને ભારતની હાર જો તો ત્યારે હું એવું વિચારતા સુતો કે હું આ મેચ જીતી શકત.'

કોહલીએ એ વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ લેગ સ્પીનર શેન વોર્નનો સામનો કરતી વખતે તેને કંઇ ગતાગમ ન પડતી કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કયારેય વોર્નનો સામનો નથી કર્યો પણ આઇપીએલમાં બન્ને સામેસામે રમ્યા છે. વોર્ન જ્યારે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો ત્યારે કોહલી આરસીબી તરફથી રમતો હતો.

(2:43 pm IST)