Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

મુંબઈ પર દિલ્હીની રોમાંચક જીત : અમિત મિશ્રા છવાયો

મિશ્રાએ ૧૯ રન આપીને ત્રણ વિકેટો ઝડપી : દિલ્હીની સામે હાર થતા મુંબઈની ટીમ સ્પર્ધામાંથી બહાર

નવી દિલ્હી, તા.૨૦ : ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની મહત્વપૂર્ણ મેચમાં આજે દિલ્હીએ અપસેટ સર્જીને મુંબઈ પર જીત મેળવી હતી. આની સાથે જ  મુંબઈની આગામી દોરમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૪ રન કર્યા હતા. દિલ્હી તરફથી પંતે જોરદાર ફોર્મ જારી રાખીને વધુ એક શાનદાર ઇનિંગ્સ રમી હતી. પંતે ૪૪ બોલમાં ૬૪ રન બનાવ્યા હતા. જ્યારે શંકર ૩૦ બોલમાં ૪૩ રન બનાવીને અણનમ રહ્યો હતો. જીતવા માટેના ૧૭૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈની ટીમે નિરાશાજનક શરૂઆત કરી હતી. લેવીસે આશા જગાવીને ૪૮ રન કર્યા હતા. છેલ્લા ઓવરોમાં હાર્દિક પંડ્યા અને કટીગે આશા જગાવી હતી. હાર્દિક પંડ્યાએ ૧૭ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. જ્યારે કટીગ ૩૭ રન કરીને આઉટ થયો હતો. આજની હાર સાથે મુંબઈની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈની ટીમ સ્પર્ધામાંથી બહાર થતા ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. મુંબઈ દિલ્હી સામે સરળતાથી જીતશે તેમ માનવામાં આવી રહ્યું હતું પરંતુ દિલ્હીએ અપસેટ સર્જયો હતો. આજની મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો મેદાન પર ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન પ્રિમિયર લીંગની આજે છેલ્લી મેચો રમાઈ હતી. હવે પ્લે ઓફનો તબક્કો શરૂ થશે. તમામ મેચો રોમાંચક દોરમાં પહોંચી હતી. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ હતી.  છેલ્લા સપ્તાહમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.

દિલ્હી : સ્કોરબોર્ડ

દિલ્હી ડેરડેવિલ્સ ઈનિંગ્સ :

શો

રન આઉટ

૧૨

મેકસવેલ

બો.બુમરાહ

૨૨

ઐયર

કો.પંડ્યા બો.માર્કન્ડે

૦૬

પંત

કો. પોલાર્ડ બો. હાર્દિક પંડ્યા

૬૪

શંકર

અણનમ

૪૩

શર્મા

અણનમ

૧૫

વધારા

 

૧૨

કુલ

(૨૦ ઓવરમાં ૪ વિકેટે)

૧૭૪

પતન  : ૧-૩૦, ૨-૩૮, ૩-૭૫, ૪-૧૩૯.

બોલિંગ : પંડ્યા : ૨-૦-૧૧-૧, બુમરાહ : ૪-૦-૨૯-૧, હાર્દિક પંડ્યા : ૪-૦-૩૬-૦, રહેમાન : ૪-૦-૩૪-૦, માર્કન્ડે : ૨-૦-૨૧-૧, કંટિગ : ૪-૦-૩૬-૦.

મુંબઈ ઈનિંગ્સ :

યાદવ

કો.શંકર બો. લમીછાને

૧૨

લેવીસ

સ્ટ.પંત બો.મિશ્રા

૪૮

ઈશન કિશન

કો.શંકર બો.મિશ્રા

૦૫

પોલાર્ડ

કો. બોલ્ટ બો.લમીછાને

૦૭

રોહિત શર્મા

કો.બોલ્ટ કો. પટેલ

૧૩

કૃણાલ પંડ્યા

કો.સબ બો.લમીછાને

૦૪

હાર્દિક પંડ્યા

કો.સબ બો. મિશ્રા

૨૭

કટીગ

કો. મેક્સવેલ બો.પટેલ

૩૭

માર્કન્ડે

બો. બોલ્ટ

૦૩

બુમરાહ

કો. બોલ્ટ બો. પટેલ

૦૦

રહેમાન

અણનમ

૦૦

વધારાના

 

૦૭

કુલ

(૧૯.૩ ઓવરમાં ઓલઆઉટ)

૧૬૩

પતન  : ૧-૧૨, ૨-૫૭, ૩-૭૪, ૪-૭૪, ૫-૭૮, ૬-૧૨૧, ૭-૧૨૨, ૮-૧૫૭, ૯-૧૬૩, ૧૦-૧૬૩.

બોલિંગ : લમીછાને : ૪-૦-૩૬-૩, બોલ્ટ : ૪-૦-૩૩-૧, મેકસવેલ : ૨-૦-૧૯-૦, પટેલ : ૨.૩-૦-૨૮-૩, પ્લંકકેટ : ૩-૦-૨૭-૦, મિશ્રા : ૪-૦-૧૯-૩.

(9:30 pm IST)