Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રફેલ નડાલે કટ્ટર પ્રતિસ્પર્ધી ર્સિબયાના નોવાક જોકોવિચને સેમિફાઇનલમાં ૭-૬, ૬-૩થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો

રોમ, : રફેલ નડાલે કટ્ટર પ્રતિસ્પર્ધી ર્સિબયાના નોવાક જોકોવિચને સેમિફાઇનલમાં ૭-૬, ૬-૩થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રફેલ નડાલ હવે રોમ ઓપનના આઠમા ટાઇટલ અને નંબર વન રેન્કિંગથી એક જીત દૂર છે. રફેલ નડાલ ગત અઠવાડિયે મેડ્રિડ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ડોમિનિક થિયામ સામે હારી જતાં નંબર વનનું પણ સ્થાન ગુમાવવું પડયું હતું. રફેલ નડાલ અને નોવાક જોકોવિચ વચ્ચે આ ૫૧મો મુકાબલો હતો જેમાં રફેલ નડાલની જોકોવિચ સામે આ ૨૫મી જીત હતી. જોકોવિચ નડાલ સામે ૨૬ વખત જીતી ચૂક્યો છે. ફાઇનલમાં રફેલ નડાલનો સામનો જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ અને ચોથા ક્રમાંકિત ક્રોએશિયાના મારિન સિલિચ વચ્ચેના મુકાબલામાં જીત મેળવનાર સામે થશે ઝવેરેવે અન્ય એક સેમિફાઇનલમાં બેલ્જિયમના ડેવિડ ગોફિનને ત્રણ સેટ સુધી ચાલેલી મેચમાં ૬-૪, ૩-૬, ૬-૩થી પરાજય આપી સેમિમાં સ્થાન બનાવ્યું હતું જ્યારે સિલિચે સ્પેનના પાબ્લો કારેનો બુસ્ટાને ૬-૩, ૬-૩થી હરાવી અંતિમ ચારમાં પહોંચ્યો હતો.

(12:04 pm IST)