Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલની પર્સનલ લાઈફ બિન્દાસ: પત્ની નતાશા અને પુત્રી માટે ચર્ચામાં

 

 વિસ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેઇલ પર્સનલ લાઇફમાં બિંદાસ છે.તે મેદાનમાં જેટલી મસ્તી કરતા નજરે પડે છે એટલી મેદાન બહાર કરે છે. ક્રિસ ગેઇલને પાર્ટી એનિમલ કહેવામાં આવે છે. જે મોટાભાગે મોડી રાત્રે પાર્ટી કરતા નજરે ચડે છે.ગેઇલ બેટિંગની સાથે સાથે પોતાની પત્ની અને બેટી માટે પણ ખુબ ચર્ચામાં રહ્યા છે.

  ગેઇલે હૈદરાબાદ સામે ફટકારી શદી પણ પોતાની દીકરીને ડેડીકેટ કરી હતી. ગેઇલનું ઇંસ્ટાગ્રામ અકાઉટ બતાવે છે કે તેઓ કેટલા ફન લવિંગ છે. તેમની પત્નીનું નામ નતાશા છે. ક્રિશને બે વર્ષની એક પુત્રી છે જેનું નામ અલાયના છે.

નતાશાએ વર્ષ 2016માં પુત્રી અલાયનાને જન્મ આપ્યો હતો. ક્રિસ જ્યારે વિદેશ પ્રવાસે હતા ત્યારે નતાશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. ક્રિસ અને નતાશા પોતાની દીકરીને પ્રેમથીબ્લશકહીને બોલાવે છે

    ક્રિસ ગેઇલે પોતાની તોફાની બેટિંગથી એકવાર ફરીથી કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલ-11ની સૌથી મજબૂત ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની સામે જીત અપાવી હતી ગેઇલે 16મા મુકાબલામાં 11મી સિઝનની પહેલી શદી ફટકારી હતી. ગેઇલે માત્ર 5 બોલમાં સેન્ચુરી કરી હતી. ગેઇલે 63 બોલમાં એક ફોર 11 સિક્સની મદદથી 104 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ત્રણ વિકેટના નુકસાન સાથે 193 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

  ક્રિસ ગેઇલની ગણના આજે ક્રિકેટ જગતના સૌતી વિસ્ફોટક બેટ્સમેનમાં થાય છે. પરંતુ શરૂઆતમાં આવું ન્હોતું. જ્યારે ગેઇલે ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તે સ્પિન બોલિંગ કરતા હતા અને સામાન્ય બેટ્સમેન હતા. 19 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહેલા ક્રિસ ગેઇલે 1999માં વન ડે અને 2000માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

 

(10:25 pm IST)