Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

એટીપી રેન્કિંગમાં યુકી ભામ્બીને 22 સ્થાનનો ફાયદો

નવી દિલ્હી: ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભામ્બ્રીને તાજેતરના તેના અસરકારક પર્ફોમન્સ બદલ એટીપી રેન્કિંગમાં ૨૨ સ્થાનનો ફાયદો થયો છે.નવા રેન્કિંગમાં યુકીને ૮૩મું સ્થાન આપવામાં આવ્યું છે, તેની સાથે સાથે સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ - ફ્રેન્ચ ઓપન -ના મેઈન ડ્રોમાં પણ યુકીને પ્રવેશ આપવામાં આવ્યો છે. યુકી આ સાથે સતત કારકિર્દીની બીજી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ રમશે. આ અગાઉ તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ પાર કરીને મેઈન ડ્રોમાં પ્રવેશ્યો હતો.  ફ્રેન્ચ ઓપનનો તારીખ ૨૭મી મે થી પ્રારંભ થશે. યુકીએ તાજેતરમાં રમાયેલી ઈન્ડિયનવેલ્સ અને માયામી માસ્ટર્સમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તે ડેવિસ કપમાં ચીન સામેની ટાઈમાંથી ખસી ગયો હતો, પણ તાઈપેઈ ચેલેન્જર્સમાં તેણે ટાઈટલ જીતવાની સાથે પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો હતો. નોંધપાત્ર છે કે, ઓસ્ટ્રેલિયન ઓપનના મેઈન ડ્રોમાં તેને પહેલી જ મેચમાં સાયપ્રસના માર્કસ બઘડાટિસ સામે હારનો સામનો કરવો પડયો હતો. જોકે તે ફ્રેન્ચ ઓપનમાં વધુ સારો દેખાવ કરવા માટે કટિબદ્ધ છે.

(5:57 pm IST)