Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ક્રિકેટના આ ફોર્મેટમાં દસ બોલની હશે એક ઓવેર

નવી દિલ્હી:ક્રિકેટના લામ્બબા સફર નક્કી કરી લીધું છે. ટેસ્ટ ક્રિકેટથી શરૂ થયેલ રમત ટી-20 ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે. પરિવર્તનના આ સમયમાં હવે ક્રિકેટનું નવું ફોર્મેટ જોવા મળશે. આ ટી-20 ક્રિકેટથી પણ નાનું હશે, આ માત્ર હશે 100-100 બોલનું.

ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટની શરૂઆત ઇંગ્લેન્ડની ધરતી પરથી થશે. આઇસીસીએ ઈંગ્લીશ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને આવા ટુર્નામેન્ટ રમવા માટીની મંજૂરી આપી દીધી છે. આ નવું ફોર્મેટ ટી-20 મુકાબલાથી અંદાજે 40 મિનિટ નાનો હશે. એવી ઉમ્મીદ લગાડવામાં આવી છે 2020માં ઇંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાં 100-100 બોલની મેચની શરૂઆત થશે આ જ વર્ષે 38 દિવસ સુધી આ ટુર્નામેન્ટ રમાશે અને દરેક સ્પધકે 36 મેચ રમવાની રહશે.આઇપીએલની વધતી જતી લોકપ્રિયતા અને તગડી કમાણીને જોતા ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) અનોખી '૧૦૦ બોલ મેચ'ની ક્રિકેટ લીગ જાહેર કરી છે જેનો પ્રારંભ ૨૦૨૦ની સિઝનથી થશે. ઇસીબીના ચેરમેન કોલીન ગ્રેવે લીગની સત્તાવાર જાહેરાત કરતા વિગતો આપી હતી કે ટુર્નામેન્ટમાં રોચકતા ઉમેરવા એવું ફોરમેટ રખાયું છે કે ૧૫ ઓવર બાદ ૧૦ બોલ ટીમને સ્લોગ ઓવર માટે આપવામાં આવશે. લીગમાં ઇંગ્લેન્ડના આઠ શહેરોની ટીમના ફ્રેન્ચાઇઝી રહેશે અને એક ટીમમાં ૧૫ ખેલાડીઓમાંથી ત્રણ વિદેશી ખેલાડીઓને રાખી શકાશે. ખેલાડીઓની આઇપીએલની જેમ જ હરાજી બાદ ખરીદી થશે. બીબીસી ટીવી પરથી આ ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ થશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ૪૧ કાઉન્ટી સભ્યો છે જેમાંથી ૩૮ સભ્યોએ આ ટુર્નામેન્ટની તરફેણમાં મત આપ્યા હતા. આ ટુર્નામેન્ટ પરથી એવું સ્પષ્ટ બને છે કે આઇપીએલ અને ઓસ્ટ્રેલિયાની બિગ બેશ ટ્વેન્ટી-૨૦ની સફળતા પ્રેરાઈને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ ફોરમેટને થોડી રસપ્રદ આગવીતા ઉમેરી જન્મ આપ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને કહ્યું હતું કે કુલ ૩૮ મેચો રમાશે અને એક ટીમ તેના ઘરઆંગણે ચાર અને હરિફના ગ્રાઉન્ડમાં ચાર એમ આઠ મેચ રમશે.લોર્ડઝ, ઓવર, માંચેસ્ટર, સાઉથમ્પ્ટન, કાર્ડિફ, નોર્ટિંગહામ જેવા શહેરોમાં મેચ રમાશે. ઇંગ્લેન્ડની સ્થાનિક કાઉન્ટી અને ટી-૨૦ ટુર્નામેન્ટ તો નિયમિત રીતે રમાશે જ. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરોમાં ૧૦૦ બોલની આ ટુર્નામેન્ટ સંદર્ભે મિશ્ર પ્રત્યાઘાતો સાંપડયા છે.

(5:55 pm IST)