Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દિનેશ કાર્તિકનું સુપરમેન સ્ટમ્પિંગ

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કોલકતા નાઈટ રાઈર્ડ્સના કેપ્ટન દિનેશ કાર્તિકે માત્ર પોતાની બેટીંગથી જ નહીં પરંતુ વિકેટકીપીંગથી પણ તમામને પ્રભાવિત કર્યા હતા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તેણે ટીમને જીતાડનારી ૪૨ રનની ઈનિંગ્સ ઉપરાંત અજિંકય રહાણેને જે રીતે આઉટ કર્યો હતો એની ઘણી પ્રશંસા થઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓ અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોનીને વિકેટ પાછળ આ પ્રકારનાં કરતબ કરતો જોતા આવ્યા છે.

રાજસ્થાનની ઈનિંગ્સ દરમિયાન રહાણે નીતીશ રાણાની ઓવરમાં શોટ લગાવવાના પ્રયાસમાં આગળ નીકળ્યો ત્યારે તે બોલ ચૂકી ગયો. બોલ તેના પેડ પર વાગ્યો. વિકેટકીપર કાર્તિકે તરત પોતાનું એક ગ્લવ્ઝ કાઢી બોલને સ્ટમ્પ પર માર્યો, જેને જોઈને રહાણે પણ અચંબો પામ્યો હતો તેમ જ તેણે પેવેલિયનમાં પરત ફરવુ પડ્યુ હતું.

(2:41 pm IST)