Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સ્ટોકસનો અદ્દભૂત કેચ

કલકતાની ટીમને વિજય તરફ દોરી જઈ રહેલા બેટ્સમેન રોબિન ઉથપ્પાનો રાજસ્થાનના ફિલ્ડર બેન સ્ટોકસે બાઉન્ડરી લાઈન નજીક અદ્દભૂત કેચ પકડ્યો હતો. તેરમી ઓવરમાં કૃષ્ણપ્પા ગૌથમની ઓવરમાં ઉથપ્પાએ શાનદાર શોટ ફટકાર્યો હતો ત્યારે સ્ટોકસે બાઉન્ડરી લાઈનની નજીક એને પકડ્યો. પછી પોતે સંતુલન ગુમાવી બેસશે એવુ લાગતા તેણે બોલને મેદાનની દિશામાં ઉછાળ્યો. ત્યાર પછી બાઉન્ડરી લાઈનની અંદર જઈને કેચ પકડ્યો. જેને કારણે સ્ટોકસને કેચ ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.(૩૭.૧૦)

(2:41 pm IST)