Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જેમાઈમા રોડ્રિગ્સને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈને ગણાવી ભવિષ્યની સ્ટાર ખેલાડી

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું કહેવુ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી જેમાઈમા રોડ્રીગ્સ ભવિષ્યમાં ટીમની સ્ટાર ખેલાડી બનશે. મુંબઈની ૧૭ વર્ષની જેમાઈમાં ટી-૨૦ ફોર્મેટમાં હાફ - સેન્ચુરી લગાવનારી સૌથી યુવા ખેલાડી છે, જેમાઈમાએ તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હુસેને ટ્વીટર પર તેની સાથેનો ફોટો શેર કરતા કહ્યુ હતું કે નામ યાદ છે, જેમાઈમા. તેની સાથે મેદાન પર થોડો સમય વિતાવ્યો. તે ભારતની સ્ટાર ખેલાડી બનવાની છે.(૩૭.૯)

(2:40 pm IST)