Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

IPLના ખેલાડીઓને મેચદીઠ મળી શકશે ૬.૫ કરોડ : મોદી

આઈપીએલનો વિચાર અને એને અમલમાં લાવનાર ભૂતપૂર્વ ચેરમેન લલીત મોદીના મતે એક સમય એવો આવશે કે ખેલાડીઓને મેચદીઠ ૧૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૬.૫ કરોડ રૂપિયા મળવા લાગશે. વળી બે દેશો વચ્ચેનું પારંપારિક ક્રિકેટ ખતમ થઈ જશે.

લલીત મોદીએ કહ્યું હતું કે આઈપીએલ લાંબા સમય સુધી ચાલશે. આ વિશ્વની સૌથી પ્રભાવશાળી ક્રિકેટ લીગ હશે. ટીમના માલિક સમૃદ્ધ ઉદ્યોગપતિઓ છે. વળી ભારતમાં પાછળનું ગાંડપણ એના સ્પોન્સર્ડ અને બ્રોડકાસ્ટરોને લલચાવે છે. જો ૮૦ કરોડ રૂપિયાની મર્યાદાને હટાવી લેવામાં આવે તો આઈપીએલના ટોચના ખેલાડીઓને પણ ઈંગ્લીશ પ્રીમિયર લીગ ફૂટબોલર કે નેશનલ ફૂટબોલ લીગના સ્ટાર ખેલાડીઓ જેટલા પૈસા મળી શકે છે. ખેલાડીઓને મેચદીઠ ૧૦ લાખ ડોલર પણ મળવા લાગશે. ગઈકાલે આઈપીએલ શરૂ થયાને ૧૦ વર્ષ પૂર્ણ થયા હતા.(૩૭.૯)

(2:38 pm IST)