Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ટેબલ ટેનિસમાં

કોમનવેલ્થમાં ભારતને ગોલ્ડ અપાવનાર સુરતના હરમીતનું વિજયભાઈએ સન્માન કર્યુ

ગાંધીનગર, તા.૨૦ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ર૧મી કોમનવેલ્થ ગેમ્સ-ર૦૧૮માં ટેબલટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડીહરમિત દેસાઈને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે રૂ.૩૩ લાખનો ચેકઅર્પણ કર્યો હતો. હરમિત દેસાઈને ટેબલ ટેનિસની રમતમાં ર૦૧પમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્રતયા રૂ.૧ કરોડ ૯ લાખ ૯૬હજારની સહાય તેમજ પુરસ્કારરાશીથી સન્માનિત કરવામાંઆવ્યા છે. રાજ્ય સરકારનીશક્તિદૂત યોજના અન્વયેહોનહાર ખેલાડીઓને નીડ બેઈઝસહાય અંતર્ગત જે સહાયઆપવામાં આવે છે. તેમાં હરમિત દેસાઈને ર૦૦૭થી ર૦૧૭-૧૮ સુધી કુલ ૬૦.૪૬ લાખ રૂપિયાની રકમ શક્તિદૂત યોજના અંંતર્ગત અપાઈ છે. આ ઉપરાંત હરમિત દેસાઈને રૂ.૧૬.૫૦ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કારપણ અગાઉ એનાયત કરવામાં આવેલો છે. (૩૭.૧૦)

(2:38 pm IST)