Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

એકાંતવાસમાં આ એથ્લીટભાઇ ૧૦ કલાકમાં ૩૧ કિલોમીટર દોડ્યા

કોરોનાને કારણે કવોરન્ટીન થયેલા લોકો વિવિધ રેક્રીએશનલ એકિટવિટી દ્વારા ફ્રેશ રહેવાની કોશિશ કરે છે. કોઈક બાલ્કનીમાં વર્કઆઉટ કરે છે તો કોઈ ટેનિસ રમે છે અને ગીતો ગાય છે. જોકે સ્પેનના ગેલિસિયા પ્રાંતનો ટ્રાયએથ્લીટ જેવિયર કેસ્ટ્રોવર્ડ કવોરન્ટીનની શરતો જાળવવા માટે હાલમાં એકલો રહે છે. એકાંતવાસ દરમ્યાન ઊંઘવા, નેટફ્લિકસ જોવા કે સોશ્યલ મીડિયા પર સમય પસાર કરવાને બદલે તેણે ખૂબ કસરત કરી છે.

જેવિયરે એકાંતવાસ દરમ્યાન ૧૦ કલાકમાં ૬૧ કિલોમીટરથી વધારે દોડીને એનો રેકોર્ડ સ્માર્ટફોન પર રાખ્યો છે. એ રેકોર્ડ જાહેર કર્યો ત્યારે સૌને આશ્યર્ય થયું હતું, કેમ કે આ બધું તેણે માત્ર ૪ સ્કવેર મીટરના હોલમાં કર્યું હતું. આ પ્રેરણા ચીનના એક મેરથોન રનર પાસેથી મળી હતી. જેવિયરે અન્યોને પ્રેરણા આપવા માટે આ સાહસ કર્યું હતું.

(4:07 pm IST)