Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઇન્ડિયન વિમેન્સ હોકી ટીમ હવે નીડર બનીને રમી શકશે : નવનીત કૌર

પહેલા અમે ગ્રેટ બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમો સામે રમતા ડર લાગતો : અમારા ચીફ કોચને અગ્રેશન વધુ ગમે છે

બેંગ્લોર : ઈન્ડિયન વિમેન્સ હોકી ટીમની સ્ટ્રાઈકર નવનીત કૌરનું કહેવું છે કે ચીફ કોચ સ્જોર્ડ મરીન્જનેએ ટીમમાં આપેલા નવા એટીટ્યુડ અને ફાઈટીંગ સ્પીરીટને કારણે નવીલ ઉર્જાનો સંચાર થયો છે જેને લીધે અમે છેલ્લી ક્ષણ સુધી ગીવ-અપ નથી કરતા. આ વિશે વાત કરતાં નવનીતે કહ્યુ કે પહેલા અમે ગ્રેટ બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે રમતા ડરતા હતા. અમારામાં મેચ વિનીંગ કોન્ફીડન્સ ન હોવાને લીધે ઘણી ટીમો અમને નબળી સમજતી હતી. માત્ર મેચ જીતવા પૂરતુ નહિં, પણ બીજા અનેક સંદર્ભમાં અમારામાં બદલાવ આવ્યો છે અને એ બદલાવ અમારા ચીફ કોચ સ્જોર્ડ મરીન્જને લીધે આવ્યો છે. તેમને અગ્રેશન વધારે ગમે છે. તેમણે અમારામાં એ ઉત્સાહ ભર્યો કે અમે વિશ્વની કોઈ પણ ટીમ સામે સારૂ અટેક કરી શકીએ છીએ.

(4:03 pm IST)