Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ત્રણ ટી-૨૦ મેચો પોસ્ટ પોન્ડ કરાઈ

ઓસ્ટ્રેલિયાથી રીટર્ન થયા બાદ ન્યુઝીલેન્ડના ક્રિકેટરો સેલ્ફ આઈસોલેશનમાં

વેલીંગ્ટન : ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલી ન્યુઝીલેન્ડની ટીમ ગયા અઠવાડીયે પોતાના વતન પહોંચી ગઈ હતી. જેના બાદ તેમને અને તેમના સપોર્ટ સ્ટાફને ફરજીયાત ૧૪ દિવસના સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ તેમ જ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસીન્ડા એર્ડેન્સે આ વાતની જાણકારી આપી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટરે કહ્યુ કે દરેક પ્લેયર અને સપોર્ટ સ્ટાફને સેલ્ફ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. અમે સેલ્ફ આઈસોલેશનને લગતી તમામ માહિતી તેમને મોકલી આપી છે અને જયાં સુધી અમને લાગે છે ત્યાં સુધી તેઓ એ નિયમોનું કડક પાલન કરશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-૨૦ મેચ ૨૪-૨૯ માર્ચ દરમિયાન રમાવાની હતી જેને કોરોના વાયરસના લીધે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે.

(4:02 pm IST)