Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

હાથ ધુઓ, સાથે નળ પણ બંધ કરો : લિયેન્ડર પેસ

નવી દિલહી : ઈન્ડિયન ટેનીસ સ્ટાર પ્લેયર લીયેન્ડર પેસે લોકોને હાથ ધોવાની સાથે નળ બંધ કરવાની પણ સલાહ આપી છે. કોરોના વાયરસની ભીતિને કારણે દુનિયાભરના લોકોને સ્વસ્થ અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે. ટ્વીટર પર વાત કરતા પેસે કહ્યું કે હાલના સમયમાં આપણે એક મોટી વૈશ્વિક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. આ એક એવો સમય છે જયારે આપણે આગળ આવીને સ્વસ્થ સોસાયટી પ્રત્યે પોતાનું યોગદાન આપીએ. ડબલ્યુએચઓ અને અન્ય નિયામકો દ્વારા જે સલાહ - સુચનો આપવામાં આવ્યા છે આપણે એનું પાલન કરવું મહત્વનું છે.

(3:53 pm IST)