Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કારડીઆ રાજપૂત મહિલાની અપ્રતિમ સિધ્ધિઃ બરછી ફેંકમાં જામનગરની મહિલાએ સિલ્વર મેડલ ગુજરાતને અપાવ્યોઃ સતત ૪થી સિધ્ધિ

 જામનગર : ઓલ ઇન્ડીયા માસ્ટર્સ એથ્લેટસ એસોસીએશન-ર૦ર૦ માં ચંદીગઢ ખાતે જામનગરના શ્રીમતી જાનુબેન સુરેશભાઇ બારડને બરછી ફેંકમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર ગુજરાત રાજયનું ગૌરવ વધાર્યુ છે. જાનુબેન જામનગર શહેરમાં માસ્ટર્સ એથ્લેટીક એસોસીએશનના સભ્ય છે. અને અનેક લોકોને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમની આ પ્રવૃતિમાં પતિ સુરેશભઇનો સિંહફાળો રહ્યો છે. માર્ગદર્શન શ્રી વલ્લભભાઇ માડમ દ્વારા આપવામાં આવેલ. સતત ચાર વર્ષથી રાજયકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં  ગોલ્ડ મેડલ મેળવતા રહ્યા છે.

સાથોસાથ સફળ ગૃહિણી પણ કારડીયા રાજપૂત સમાજ, કુટુંબીજનો અને ગુજરાતને તેમની આ સિધ્ધિ માટે ગૌરવની લાગણી થાય છે.

(11:33 am IST)