Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મહેન્દ્રસિંહ ધોનીની ફિલ્મ 'Roar of the Lion' રિલીઝ :સલમાને 'બ્લોકબસ્ટર' ગણાવી લખ્યું જરૂર જુઓ

ફિલ્મમાં ધોનીના આઈપીએલની સફરની કહાની : ધોનીએ ફિલ્મમાં CSKની સાથે પોતાના જોડાવને અરેન્જ મેરેજની જેમ ગણાવ્યો

 

નવી દિલ્હીઃ મહેન્દ્રસિંહ ધોનીની લાઇફ પર આધારિક વધુ એક ફિલ્મ नई Roar of the Lion રિલીઝ થઇ છે એક ડોક્યૂમેન્ટ્રી સિરીઝ છે, જેને 20-20 મિનિટના 5 એપિસોડમાં હોટસ્ટાર પર જોઈ શકાશે. ફિલ્મમાં ધોનીએ પોતાની જુબાનીથી કહાની કહી છે

 કબીરખાન દિગ્દર્શિત ફિલ્મની કહાની ધોનીના આઈપીએલ સફ પર આધારિત હશે, જેમાં 2013ના સ્પોટ ફિક્સિંગથી લઈને સીએસકે પર લાગેલા બે વર્ષના પ્રતિબંધ અને ફરી ટીમને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી છે. ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે

Roar of the Lionના રિલીઝ થયા બાદ બોલીવુડના સુલ્તાન સલમાન ખાને પણ જોઈ અને તેની ખૂબ પ્રશંસા કરી છે. સલમાને ફિલ્મને બ્લોક બસ્ટર ગણાવી છે. સુપરસ્ટારે ટ્વીટ પર લખ્યું, 'બ્લોકબસ્ટરથી ઓછી નથી. Roar of the Lion જરૂર જુઓ. શુભકામનાઓ ધોની.'

ધોનીએ ફિલ્મમાં CSKની સાથે પોતાના જોડાવને અરેન્જ મેરેજની જેમ ગણાવ્યો છે. Roar of the Lionમાં ધોની સિવાય ચેન્નઈના બીજા સભ્ય સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, મોહિત શર્મા, મેથ્યૂ હેડન અને કોચ માઇક હસીની પણ મહત્વની ભૂમિકા છે

(12:03 am IST)