Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

શમી માટે તમે જયાં બોલાવો ત્યાં હું આવવા તૈયાર છું, તે સાચો માણસ છે, ગદ્દારી ન કરે

શમીની પાકિસ્તાની ફ્રેન્ડ અલિશ્બાનો ખુલાસો : દુબઈમાં અમારી મુલાકાત એક ફેન અને સેલીબ્રીટી તરીકે થઈ'તી

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની પત્નિ હસીન જહાંએ વિવિધ આરોપ મૂકયા છે તો બીજી તરફ તેની પાકિસ્તાની ફ્રેન્ડ અલીશ્બાએ તમામ મામલે શમીને નિર્દોષ ગણાવ્યો છે. હસીન જહાંએ અલીશ્બા નામની આ યુવતી સાથે શમીએ શારીરિક સંબંધ બાંધ્યો હોવાના અને પૈસાની લેવડ-દેવડ કર્યાના આરોપ મૂકયા હતા. આ મામલે અલીશ્બાએ કહ્યુ હતું કે શમી માટે તમે જયાં બોલાવો ત્યાં હું આવવા તૈયાર છું. શમી એક સાચો માણસ છે. તે કયારેય ગદારી નહીં કરે.

શમી સાથેના પોતાના સંબંધો વિશે તેણે કહ્યુ કે હું તેની ફેન છું. ઈન્સ્ટાગ્રામ પર તેને ફોલો કરૂ છું.

દુબઈમાં શમી સાથે થયેલી મુલાકાત વિશે તેણે કહ્યુ હતું કે દુબઈમાં મારી બહેન રહે છે એથી હું ત્યાં આવતી જતી રહું છું. જૂનમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યુ હતું. એ વખતે શમી દુબઈ થઈને ભારત પાછો ફરી રહ્યો હતો એ વખતે અમારી મુલાકાત થઈ હતી. અમારી મુલાકાત એક ફેન તથા સેલીબ્રીટી તરીકે થઈ હતી. અમે સાથે બ્રેક ફાસ્ટ કર્યો હતો. આ મુલાકાત અંદાજે એક કલાકની હતી.

(12:29 pm IST)