Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો ટી-૨૦ વર્લ્ડકપની દાવેદાર : બ્રેટ લી

૧૨ એપ્રિલથી ૨૨ મે સુધી પ્રથમ ડિવીઝનમાં રમશે

મેલબર્ન : ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીનું માનવુ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા આગામી મહિલાઓના ટી-૨૦ વર્લ્ડકપમાં બે સૌથી વધુ પ્રભાવિત ટીમ લાગી રહી છે.

મહિલા ક્રિકેટને વધુ ફેલાવો કરી આપવાની આશા જગાવતી આ સ્પર્ધાનો શુક્રવારથી પ્રારંભ થનાર છે જેની પહેલી મેચ ભારત અને આયોજક ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડનીમાં રમાશે.

આઈ.સી.સી.ની સત્તાવાર વેબસાઈટ પર લીએ કહ્યું હતુ કે મહિલાઓની ટી-૨૦ વર્લ્ડકપના આ વર્ષે આયોજનથી મહિલા ક્રિકેટનો વિશ્વભરમાં ફેલાવો વધુ થશે અને ઓસ્ટ્રેલિયા તેનું આયોજન કરી રહ્યુ છે તેમાં પોતે ગર્વ અનુભવે છે.

સ્પર્ધાની મેચો સિડની, પર્થ, કેનબેરા અને મેલબર્નમાં જુદા જુદા છ સ્થાને રમાનાર છે અને લીના કહેવા પ્રમાણે આ મેદાનો ખેલાડીઓ તથા દર્શકો માટે વિશ્વમાં શ્રેષ્ઠ છે.

(2:32 pm IST)