Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ચેન્નઈમાં બનશે પી.વી.સિન્ધુ બેડમિન્ટન એકેડમી એન્ડ સ્ટેડિયમ

૧૮ થી ૨૪ મહિનામાં બની જશે : આઠથી વધુ કોર્ટ બનાવાશે

ચેન્નઈ : ઈન્ડિયાની ટોપ બેડમિન્ટન પ્લેયર પી.વી.સિન્ધુના કરીઅરમાં વધુ એક માઈલસ્ટોન ઉમેરાયો છે. ચેન્નઈમાં તેના નામે એક એકેડમી અને સ્ટેડિયમ બનવા જઈ રહ્યુ છે જેનો વહેલો પથ્થર સિન્ધુએ પોતે મૂકયો હતો. પી.વી.સિન્ધુના સન્માનમાં ચેન્નઈમાં ઓમેગા સ્કુલ ખાતે પી.વી.સિન્ધુ બેડમિન્ટન એકેડમી અને સ્ટેડિયમ બનશે જે આગામી ૧૮-૨૪ મહિનામાં બનીને તૈયાર થશે. આ એકેડમી ઓમેગા સ્કુલના વિદ્યાર્થીઓ અને બેડમિન્ટન શીખવા ઈચ્છતા લોકો માટે ઓપન રહેશે. આ સેન્ટરમાં અંદાજે આઠથી વધારે કોર્ટ બનાવવામાં આવશે જે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપની યજમાની કરવામાં સક્ષમ હશે. અહિં ૧૦૦૦થી વધારે લોકોની બેઠક પણ બનાવાશે. જીમ અને ફિઝીયોની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે સિન્ધુએ કહ્યું કે મારા નામે આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે એનો મને આનંદ છે. વ્યકિતના જીવનમાં સંપૂર્ણ વિકાસ કરવા માટે સ્પોટ્ર્સ જરૂરી છે.

(2:31 pm IST)