Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કાલથી ICC ટી-૨૦ વિમેન્સ વર્લ્ડકપ : ભારત - ઓસ્ટ્રેલિયા ટકરાશે

બેસ્ટ ઓફ લક ટીમ ઈન્ડિયા... હરમનપ્રીતની આગેવાનીમાં મહિલા ટીમ ચેમ્પિયન માટે મુખ્ય દાવેદાર : કાલે બપોરે ૧:૩૦ વાગ્યાથી સિડનીમાં જંગઃ ૫ માર્ચે સેમી ફાઈનલ અને ૮ માર્ચે ફાઈનલ મુકાબલો

નવી દિલ્હી : આવતી કાલથી એટલે કે ૨૧ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં આઈસીસી મહિલા ટી૨૦ વિશ્વકપનો પ્રારંભ થશે. આ વિશ્વકપમાં ભારતીય ટીમ આવતી કાલે ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ રમશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આઈસીસી ટ્રોફી જીતવાના જોશ સાથે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં રમાયેલા વિશ્વકપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

આ વર્ષે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ સાથે ગ્રુપ એમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમની મેચની વાત કરીએ તો પહેલી મેચ ૨૧ ફેબ્રુઆરીએ ત્યારબાદ ૨૪, ૨૭ અને ૨૯ ફેબ્રુઆરીએ પોતાના ગ્રુપ સાથે ટીમ મેચ રમશે. આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચ ૫ માર્ચ અને ફાઇનલ મેચ ૮ માર્ચે રમાશે.

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ પ્રથમ આઈસીસી ટ્રોફી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા તેમજ ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ કરાયો છે. ૨૦૧૮માં રમાયેલા વિશ્વકપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

ભારતીય ટીમને યજમાન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશની સાથે ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ ૨૧, ૨૪, ૨૭ અને ૨૯ ફેબ્રુઆરીએ પોતાની ગ્રુપ મેચ રમશે. ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચ ૫ માર્ચ અને ફાઇનલ મેચ ૮ માર્ચે રમાશે. આ મહિલા ટી૨૦ વિશ્વકપમાં કુલ ૧૦ ટીમો રમવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ફેવરિટની સાથે મેદાનમાં ઉતરશે. ૧૦ ટીમોને ૫-૫ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંન્ને ગ્રુપની ટોપ-૨ ટીમ સીધો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, હરનીલ દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરૃંધતિ રેડ્ડી.

થાઈલેન્ડે ચોંકાવતા વિશ્વકપમાં બનાવી જગ્યા

થાઈલેન્ડે આ વખતે બધાને ચોંકાવતા વિશ્વકપમાં એન્ટ્રી કરી છે. પાછલા વર્ષે વિશ્વકપ કલોલિફાયર મુકાબલામાં તેણે પપુઆ એન્ડ ન્યૂ ગિનીને સેમિફાઇનલમાં હરાવીને સ્થાન પાક્કું કર્યું. હાલ આઈસીસી મહિલા ટી૨૦ રેન્કિંગ્સમાં તે ૧૧માં સ્થાન પર છે અને પ્રથમવાર આ ટીમ વિશ્વ કપમાં ભાગ લઈ રહી છે. જાણકાર માની રહ્યાં છે કે આ ટીમ ટૂર્નામેન્ટમાં કોઈ મોટો અપસેટ કરી હલચલ મચાવી શકે છે.

બે ગ્રુપ ૧૦ ટીમોઃ ૪ શહેરોમાં રમાશે મેચ

આ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે અને તેની તમામ મેચ ૪ શહેરો- સિડની, કેનબરા, મેલબોર્ન અને પર્થમાં રમાશે. ગ્રુપ-એઃ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા. ગ્રુપ-બીઃ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, થાઈલેન્ડ.

ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના મેચ

     ૨૧ ફેબ્રુઆરીઃ ભારત vs ઓસ્ટ્રેલિયા (બપોરે ૧.૩૦ કલાકે) સિડની

     ૨૪ ફેબ્રુઆરીઃ ભારત vs બાંગ્લાદેશ (સાંજે ૪.૩૦ કલાકે) પર્થ

     ૨૭ ફેબ્રુઆરીઃ ભારત vs ન્યૂઝીલેન્ડ (સવારે ૮.૩૦ કલાકે) મેલબોર્ન

     ૨૯ ફેબ્રુઆરીઃ ભારત vs શ્રીલંકા (બપોરે ૧.૩૦ કલાકે) મેલબોર્ન

     ૫ માર્ચઃ સેમિફાઇનલ ૧ (સવારે ૮.૩૦ કલાકે) અને સેમિફાઇનલ-૨ (બપોરે ૧.૩૦ કલાકે) સિડની

         ૮ માર્ચઃ ફાઇનલ (બપોરે ૧.૩૦ કલાકે) મેલબોર્ન.(૩૭.૯)

(2:28 pm IST)