Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટોક્યો ઓલિમ્પિક આયોજકોએ હિન્દી ટ્વિટર એકાઉન્ટ કર્યું લોન્ચ

હિન્દી ભાષાની પહોંચ અને લોકપ્રિયતા દુનિયામાં ઝડપથી વધી : હિન્દી ભાષાનો મેસેજ રોમન અંગ્રેજી સ્ક્રિપ્ટમાં દેખાશે

નવી દિલ્હી : હિન્દી ભાષાની પહોંચ અને લોકપ્રિયતા દુનિયામાં ઝડપથી વધી રહી છે. ટોકિયો ઓલિમ્પિક આયોજકોએ ભારતીય રમત પ્રેમીઓ સાથે જોડાવા માટે ટ્વિટરને નવું માધ્યમ બનાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિક ટ્વિટર હેન્ડલ હવે તમને અધિકારીક રૂપે હિન્દીમાં મળશે

  . ટોક્યો ઓલિમ્પિક રમતો સાથ જોડાયેલી દરેક અપડેટ માટે એક ક્લિક સાથે પ્રાપ્ત કરશે. સોમવારે ટ્વિટરનું અધિકારીક એકાઉન્ટ @Tokyo2020hiનાં નામથી લોન્ચ કર્યું છે. આ સૂચના અપડેટ અને જાણકારી હિન્દીમાં ભારતીય રમત પ્રેમીઓને મળી શકશે, જોકે હિન્દી ભાષાનો મેસેજ રોમન અંગ્રેજી સ્ક્રિપ્ટમાં દેખાશે.

#Tokyo2020for India પર કહેવામાં આવ્યું છે કે અમે સ્પેનિશ, કોરિયન, હિન્દી અને ફ્રેન્ચમાં નવું#Tokyo2020 ટ્વિટર એકાઉન્ટનાં લોન્ચની ઘોષણા કરીને અત્યંત ઉત્સાહીત છે. નવું ટ્વિટર સામે આવતાની સાથે જ રમત પ્રેમીઓ, પ્રશંસકો અને ખેલાડીઓએ તેને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. ફોલો કરનાર વ્યક્તિઓમાં ભારતીય ખેલાડી મેરીકોમ, અભિનવ બિંન્દ્રા, પીવી સિંધુ, સુશીલ કુમાર, મહેશ ભૂપતિ, યોગેશ્વર દત્ત અને વિજેન્દ્ર સિંહ સહિત ઘણા ખેલાડીઓનું નામ જોડાયેલું છે. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાની કરી રહ્યો છે.

2020 ઓલિમ્પિક માટે ટોક્યોએ મેડ્રિડ અને ઈસ્તાંબુલને પછાડીને યજમાની પોતાનાં નામે કરી હતી. ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં આ વખતે ઘણી નવી ગેમ્સને શામેલ કરી છે, જેમાં બેઝબોલ, સોફ્ટબોલ, કરાટે, સ્કેટબોર્ડ અને સર્ફિંગનો સમાવેશ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો આગાઝ 24 જુલાઈથી શરૂ થશે અને 09 ઓગસ્ટે પૂર્ણ હૂતી થશે

(10:14 am IST)