Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કાંગારૂઓ સામે સુપરહિટ સાબિત થશે વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડને કરી ભવિષ્યવાણી

ન્યુ ઝીલેન્ડને એના જ ઘરમાં વન-ડે સિરીઝમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવા માટે તૈયાર છે. ન્યુ ઝીલેન્ડ સામેના પ્રવાસમાં આરામ ફરમાવ્યા બાદ વિરાટ કોહલીએ ટીમમાં વાપસી કરી છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન મેવ્યુ હેડનના મતે ભારતીય કેપ્ટન ઘણાબધા રન કરશે. કોહલીને ભારતીય પિચો પર આઉટ કરવો ઓસ્ટ્રેલિયાના બોલરો માટે સરળ નહીં હોય. ઓસ્ટ્રેલિયાના યુવા બોલર ઝાય રિચર્ડસને ઘરઆંગણે રમાયેલી છેલ્લી વન-ડે સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ૩ વખત આઉટ કર્યો હતો. હેડને કહ્યું હતું કે ઝાય રિચર્ડસન એક યુવા ખેલાડી છે. તેની પાસે ભારતમાં રમવાનો ખાસ અનુભવ નથી. એથી વિરાટ તેના પર હાવી રહેશે.

 ભારત સામે ઓસ્ટ્રેલિયા ટી-૨૦ અને પાંચ વન-ડે રમશે. ભારતીય ઓપનર રોહિત શર્મા અને લેફ્ટ આર્મ પેસર જેસન બેહરેનોર્ક વચ્ચેના મુકાબલા વિશે તેણે કહ્યું હતું કે ૨૮ વર્ષનો જેસન ઊંચા કદનો છે. વન-ડેમાં તે સારી બોલિંગ કરશે, પરંતુ રોહિત પણ શાનદાર ફોર્મમાં છે.(૩૭.૯)

 

(3:43 pm IST)