Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ક્રિકેટ મારૂ પેશન, હું ડોમેસ્ટીક ક્રિકેટમાં એન્જોય કરૂ છું: વસીમ જાફર

૨૦૦૬ની વેસ્ટ ઇન્ડીઝ ટૂરમાં ઓપનર તરીકે ટેસ્ટમાં શાનદાર ૨૧૨ રન ફટકારનાર વસીમ જાફરે મીડિયાને કહ્યું હતું કે ક્રિકેટ મારા માટે પેશન છે, નશો છે. મને ઇન્ટરનેશનલ ક્રિકેટ વધુ નહીં રમી શકવાનો અફસોસ નથી. હું ડોમેસ્ટિક લેવલ પર ક્રિકેટ એન્જોય કરી રહ્યો છું. જયારે ખેલાડી સારું રમતો હોય છે. ત્યારે એની મજા જ કંઈક જુદી હોય છે અને હું આ મજાને સરળતાથી છોડવા નથી માગતો. હું વિદર્ભ વતી છેલ્લાં બે વર્ષથી રમી રહ્યો છું અને બન્ને વર્ષમાં રણજી અને ઈરાની ટ્રોફી અમે જીત્યા હતા. જો હું કોઈ બીજી ટીમ વતી રમતો હોત અને એ ટીમ આવી રીતે જીતતી ન હોત તો વાત જુદી હોત.

જાફરે ૩૧ ટેસ્ટમાં ૩૪.૧૦ની એવરેજથી ૧૯૪૪ રન બનાવ્યા છે.(૩૭.૯)

 

(3:44 pm IST)