Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

આખી ટીમે આફ્રિકાની બધી બાજી ઉંધી વાળી દીધી : ત્રણેય ફોર્મેટમાં પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બોલર બનતો ભુવી

દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦માં પણ પાંચ વિકેટ ઝડપી આમ ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં પાંચ વિકેટ લેનાર ભારતીય બોલર ભુવનેશ્વર કુમારે કહ્યુ કે હવે આપણા બેટ્સમેનો શોર્ટપીચ બોલ સામે આસાનીથી રમી શકે છે : હું અને મારા સાથી પેસ બોલરો સ્લો બોલ ફેંકી ધારી સફળતા મેળવી રહ્યા છીએ. પ્રથમ ટી-૨૦માં મેન ઓફ ધ મેચ બનેલા ભુવીએ કહ્યુ હતું કે આફ્રિકાની બોલીંગ અને વિકેટની સ્થિતિ જોઈને અમે બોલીંગની યોજના બનાવી હતી જે કામ કરી ગઈ : સીમ બોલ પર હું એક વર્ષથી કામ કરી રહ્યો હતો, આજકાલ વિકેટ મેળવવા બોલરોએ મહામહેનત કરી નવા - નવા પ્રયોગો કરવા પડે છે.

(11:31 am IST)