Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મહિલા ટીમમાં સ્મૃતિ મંધાનાનો સમાવેશઃ પુરૂષોની ટીમમાં એક પણ ભારતીય ક્રિકેટર નથી

આઇસીસી ટી-૨૦ ટીમ ઓફ ધ યર જાહેર

દુબઇઃ ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને આઇસીસી મહિલા ટી-૨૦ ટીમ ઓફ ધ યરમાં સામેલ કરવામાં આવી છે. આઇસીસીએ એક કેલેન્ડર યરમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓના નામોની ઘોષણા કરી છે. જો કે કોઇ ભારતીય ક્રિકેટર ૨૦૨૧ની પુરૂષ ટીમમાં સ્થાન નથી મેળવી શકયો. મંધાનાએ ગયા વર્ષે ૩૧.૮૭ની સરેરાશથી ૯ ટી-૨૦માં ૨૫૫ રન બનાવ્યા જેમાં બે અર્ધશતક પણ સામેલ છે. સ્મૃતિ આ પહેલા ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ આઇસીસી ટી-૨૦ ટીમમાં સ્થાન મેળવી ચૂકી છે.

પાકિસ્તાનના બાબર આઝમને પુરૂષ ટી-૨૦ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવાયો છે. બાબરે આ દરમ્યાન ૨૯ મેચ રમ્યા હતા અને ૩૭.૫૬ની સરેરાશથી એક સદી અને નવ અડધી સદીની મદદથી ૯૩૯ રન બનાવ્યા હતા.

વીમેન્સ ટીમ ઓફ ધયર

સ્મૃતિ મંધાના, ટેમી બ્યુમોન્ટ, ડેની વ્યાર, ગેબી લુઇસ, નટ સાઇબર (કેપ્ટન), એમી જોન્સ, લૌરા વોલ્વાર્ડર, મારીજોને કપ, સોફી એકલેસ્ટોન, લોરેન ફિરી, શબનમ ઇસ્માઇલ,

જોન્સ ટીમ ઓફ યર

જોસ બટલર, મોહમમ્દ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન), એડન માર્કરમ, મિશેલ માર્શ, ડેવીડ મિલર, તબરેઝ શમ્સી, જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, મુસ્તફિઝુર રહેમાન, શાહિન આફ્રિદી

(2:43 pm IST)