Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જેએસડબલ્યુ સાથે કરાર કર્યો ભારતીય ખેલાડી ઋષભ પંતે

નવી દિલ્હી: ગાબામાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરનાર ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ  પંતે જેએસડબલ્યુ સાથે કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત જેએસડબ્લ્યુ પંતનાં તમામ વ્યાપારી અને માર્કેટિંગ રાઇટ્સ પર નજર રાખશે.જેએસડબ્લ્યુના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) મુસ્તફ ઘોષે જણાવ્યું હતું કે કંપની ડાબા હાથના બેટ્સમેન સાથે લાંબા ગાળાની ડીલ કરવા માંગે છે.મુસ્તફાએ આઈએએનએસને જણાવ્યું હતું કે, "તે રમશે ત્યાં સુધી આ સોદો ચાલશે, પરંતુ આ વખતે અમે તેને કેટલાક વર્ષો સુધી જોશું - ઓછામાં ઓછા બે વર્ષ અને તે પછી અમે તેનો વધારો કરીશું." ભારતની ડેવિસ કપ ટીમના ભૂતપૂર્વ ખેલાડી મુસ્તફાએ કહ્યું હતું કે "કરારને બે વર્ષ પછી વધારવાની શરત કામની છે, બંને પક્ષોએ તેનાથી ખુશ રહેવું જોઈએ."

(6:15 pm IST)