Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઓસ્ટ્રેલિયા સાથે ડે-નાઈટ ટેસ્ટ રમવા તૈયાર : કોહલી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના કેપ્ટન અને વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે તેની ટીમ વિશ્વના કોઈપણ સ્થાને કોઈને પણ હરાવવા સક્ષમ છે અને તેઓ ઓસ્ટ્રેલિયાથી ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે વિરોધી નથી. ભારતે આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાનો સાથે પિંક બોલ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો.પરંતુ ગયા વર્ષે તેણે ડે-નાઈટ ફોર્મેટમાં પગ મૂક્યો હતો અને ઘરેલુ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ગુલાબી બોલથી બાંગ્લાદેશની શ્રેણી મેચ રમી હતી અને ત્રણ દિવસમાં તે જીત મેળવી હતી. વિરાટે સોમવારે ઓસ્ટ્રેલિયા સાથેની વનડે સિરીઝની પ્રથમ મેચની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે તેની ટીમ વિશ્વના કોઈપણ ખૂણામાં કોઈપણ ટીમને હરાવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ વન ડે મેચની શ્રેણી રમશે, જેમાં પહેલી મેચ 14 જાન્યુઆરીએ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં થશે.ઓસ્ટ્રેલિયા સાથેની ડે-નાઈટ ટેસ્ટના સવાલ પર વિરાટે કહ્યું, અમે ગુલાબી બોલ સાથે રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, પછી ભલે તે પાર્થ હોય કે ગાબામાં હોય. અમે અહીં ડે-નાઈટ ટેસ્ટ રમ્યો છે અને તેમાં અમારા પ્રદર્શનથી અમે ખૂબ જ ખુશ છીએ. તે ટેસ્ટ ક્રિકેટનું ખૂબ જ રોમાંચક ફોર્મેટ છે અને અમે તેને રમવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. અમે કોઈપણ પડકાર માટે તૈયાર છીએ કે ગાબા અથવા પર્થ, અમને વાંધો નથી. અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને અમારી પાસે આ ફોર્મેટમાં ગમે ત્યાં જીતવાની ક્ષમતા છે

(5:23 pm IST)