Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

રોહિત શર્મા બન્યો 9000 રન બનાવનાર ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન

મુંબઈ: ભારતીય ઓપનર રોહિત શર્મા વનડે ક્રિકેટમાં 9000 રન બનાવનારો ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. રોહિતને આ સિદ્ધિ મેળવવા માટે ફક્ત ચાર રનની જરૂર હતી અને તેણે રવિવારે અહીં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.રોહિતે સૌરભ ગાંગુલી, સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ છોડી દીધા. રોહિતે તેની 217 મી ઇનિંગ્સમાં આ સ્થાન મેળવ્યું હતું. ગાંગુલીએ 228, સચિન 235 અને લારાએ 239 ઇનિંગમાં 9000 વનડે રન પૂરા કર્યા હતા.રોહિત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન અબ્રાહમ ડી વિલિયર્સ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.કોહલીએ 194 ઇનિંગ્સમાં જ્યારે ડી વિલિયર્સે 205 ઇનિંગ્સમાં જ્યારે રોહિતે 216 ઇનિંગ્સમાં તે કર્યું હતું.

(5:20 pm IST)