Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

રોમ રૅન્કિંગ્સ સિરીઝ: ભારતીય રેસલર બજરંગ પુનિયા અને રવિ કુમાર જીત્યા ગોલ્ડમેડલ

નવી દિલ્હી :ભારતીય રેસલર બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાએ ગઈ કાલે રાતે રોમ રૅન્કિંગ્સ સિરીઝની ફાઇનલમાં ધમાકેદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે અમેરિકાના બૉક્સર જૉર્ડન ઓલિવરને ૪-૩થી હરાવતાં ૬૫ કિલોગ્રામની ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.

બીજી બાજુ રવિ કુમારે ૬૧ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કૅટેગરીનો ગોલ્ડ પોતાના નામે કર્યો છે. તેણે કઝાકિસ્તાનના નુરબોલાત અબ્દુઆલિયેવને ૧૨-૨થી કારમો પરાજય આપ્યો હતો. બજરંગે જ્યાં ગોલ્ડ માટે મહેનત કરવી પડી તો રવિ માટે આ મુકાબલો એકતરફી રહ્યો હતો.
 અત્રે ઉલ્લેખનીય છે કે રવિ આ વખતે ૬૧ કિલોગ્રામની કૅટેગરીમાં લડી રહ્યો હતો, જ્યારે આ પહેલાં તે ૫૭ કિલોગ્રામ કૅટેગરીમાં ઊતરતો હતો.

(2:14 pm IST)