Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપનમા મોટો અપસેટ:૨૦ વર્ષીય સિસિપાસ સામે હારથી દિગ્ગજ ખેલાડી ફેડરર બહાર

સતત ત્રીજીવાર આ ખિતાબ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું

મેલબર્ન:ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે મોટો અપસેટ થયો છે. અત્યારસુધીમાં ૨૦ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા સ્વિઝરલેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરની હાર સાથે હવે સતત ત્રીજીવાર આ ખિતાબ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.

રવિવારે રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી ફેડરરનો મુકાબલો ૨૦ વર્ષીય સ્ટેફનોસ સિસિપાસ સામે થયો હતો, જ્યાં સિસિપાસે સ્વિસ દિગ્ગજ ખેલાડીને ૬-૭, ૭-૬, ૭-૫, ૭-૬ના મેરાથોન મુકાબલામાં હાર આપી હતી .

આ હાર સાથે જ રોજર ફેડરર ટુનાર્મેન્ટમાંથી બહાર થઇ ગયો છે, જયારે મોટો અપસેટ કરનારા સિસિપાસે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

(10:58 pm IST)