Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બાંગ્લાદેશે 163 રનથી શ્રીલંકાને આપી માત

નવી દિલ્હી:ઝિમ્બાબ્વે સામેની હાર સાથે ત્રિકોણીય જંગનો પ્રારંભ કર્યા બાદ શ્રીલંકાને બીજી મેચમાં બાંગ્લાદેશે ૧૬૩ રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. શાકિબે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૬૩ બોલમાં ૬૨ રન ફટકાર્યા બાદ ત્રણ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૩૨૧ રનના વિરાટ પડકાર સામે શ્રીલંકા માત્ર ૧૫૭ રનમાં ખખડી ગયું હતુ. બાંગ્લાદેશ બંને મેચ જીતીને ૧૦ પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે શ્રીલંકા બંને મેચ હારી છેલ્લા ત્રીજા ક્રમે છે. ઝિમ્બાબ્વે એક જીત અને એક હાર સાથે ચાર પોઈન્ટ મેળવીને બીજા સ્થાને છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટીંગ કરતાં શ્રીલંકાના બોલરોની નિર્દયતાથી ધોલાઈ કરી હતી. તમીમે ૮૪, શાકીબે ૬૭, રહીમે ૫૨ બોલમાં ૬૨ રન ફટકાર્યા હતા. થીસારા પરેરા ત્રણ વિકેટ ઝડપી શક્યો હતો.

(5:09 pm IST)