Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

IPL:૧૨મી સીઝન માટેની હરાજીમાં વડોદરાના ૬ ક્રિકેટરોનો સમાવેશ

જોકે આ પૈકીનો એક પણ ક્રિકેટર હજી વેચાયો નથી.

વડોદરા :ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સીઝન માટે જયપુરમાં થયેલી ખેલાડીઓની હરાજીમાં વડોદરાના ૬ ક્રિકેટરોનો પણ સમાવેશ થયો છે. જોકે આ પૈકીનો એક પણ ક્રિકેટર હજી વેચાયો નથી.

   હરાજીમાં ભારતના અને અન્ય દેશોના કુલ ૩૫૧ ક્રિકેટરોનો સમાવેશ થયો છે. આ પૈકીના કેટલાક ક્રિકેટર્સ પર ગઈકાલે બોલી લાગી હતી. વડોદરાના ૬ ક્રિકેટર્સ કેદાર દેવધર, લુકમાન મેરીવાલા, અતિત શેઠ, બાબા શફી પઠાણ, સ્વપનિલ સિંઘ અને ભાર્ગવ ભટ્ટનો સમાવેશ થાય છે.

 આ તમામ ક્રિકેટરોની બેઝ પ્રાઈઝ ૨૦-૨૦ લાખ રુપિયા છે. જોકે હજી સુધી આ પૈકીનો એક પણ ક્રિકેટર કોઈ ટીમે લીધો નથી. આજે પણ હરાજી ચાલુ રહેવાની છે, તેના પર સૌ વડોદરાવાસીની નજર છે.

(7:46 pm IST)