Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આંતરરાષ્‍ટ્રીય કરિયરના બીજા વર્ષમાં પણ ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરશે, તેમના માટે આ પડકાર હશેઃ સુનિલ ગાવસ્કરે કરી મયંક અગ્રવાલની પ્રશંસા

મુંબઈઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મયંક અગ્રવાલની પ્રશંસા કરતા કહ્યું કે, તેને આશા છે કે ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના બીજા વર્ષમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ગાવસ્કરનું માનવું છે કે અગ્રવાલ માટે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવું એક મોટો પડકાર હશે, કારણ કે હવે વિપક્ષી ટીમોને તેના વિશે ઘણું જાણવા મળી ગયું છે.

અગ્રવાલે બાંગ્લાગેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે પોતાના કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર (243) બનાવ્યો હતો. ગાવસ્કરે કહ્યું, 'તે ટેસ્ટ ક્રિકેટનો આનંદ લઈ રહ્યો છે. આ તેના કરિયરનું પ્રથમ વર્ષ છે અને આશા છે કે તે બીજા વર્ષે પણ પોતાના દમદાર પ્રદર્શનને જાળવી રાખશે, કારણ કે બીજી સિઝનમાં વિપક્ષી ટીમની પાસે તમારા વિશે વધુ જાણકારી ઉપલબ્ધ હશે. પરંતુ મયંક શાનદાર બેટિંગ કરી રહ્યો છે.'

ગાવસ્કરે કહ્યું, 'તે ઓફ સાઇડ તરફ પડ્યા વિના શાનદાર સંતુલન બનાવી રાખે છે અને સ્ટ્રેટ રમે છે. ફ્રન્ટ અને બેકફુટ પર તેની મૂવમેન્ટ પણ શાનદાર છે, જેના કારણ તે તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે.'

ઉલ્લેખનીય છે કે મયંક બેજોડ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પહેલા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હોમ સિરીઝમાં એક બેવડી સદી અને સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ચાલી રહેલી સિરીઝની પ્રથમ મેચમાં 243 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી.

(5:42 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમાર સાથે જોડાણ કર્યું ત્યારે હિન્દુત્વ ક્યાં હતું ? : ભાજપ નેતાઓ મોગલ સમ્રાટ મહંમદ ઘોરી જેવા છે : અહંકારી અને મનસ્વી રાજકારણને મહારાષ્ટ્રની પ્રજા જડબાતોડ જવાબ આપશે : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો આક્રોશ access_time 12:10 pm IST

  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST

  • કાલથી શરૂ થનાર BSNL કર્મચારીઓની ૩ દિ'ની ભૂખ હડતાલ હાલ પૂરતી મૂલત્વી : આવતીકાલથી રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલ આજે બપોરે રાા વાગ્યે સ્થગીત કરી દેવાઇ છે : યુનિયનો વચ્ચે હાલ હડતાલ અંગે એકમત નહીં થતાં લેવાયેલો નિર્ણય ઓકટોબરનો પગાર ર૮ નવેમ્બરે અપાશેઃ ગઇકાલે થયેલ વાટાઘાટો પણ નિષ્ફળ access_time 4:08 pm IST