Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રવિ શાસ્ત્રીએ મહાકાલેશ્વરના મંદિરમાં ઐતિહાસિક ડે-નાઇટ મેચ માટે લીધા આશિર્વાદ

શાસ્ત્રીએ પૂજાની તસવીર તેમના ટ્વિટર પર શેર કરી : શાસ્ત્રી સાથે બોલીંગ કોચ ભરત અરુણ, ફીલ્ડીંગ કોચ આર.શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર

ઇન્દોર : ઇન્દોરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ફકત ત્રણ દિવસમાં જ હરાવી દીધું હતું ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ સીરીઝમાં ૧-૦દ્મક લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી તથા ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ કલકત્ત્।ાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ૨૨દ્મક ૨૬ નવેમ્બરના રોજ રમાશે. આ મેચની તૈયારી કરવા માટે ભારતીય ટીમ ઇન્દોરમાં જ રોકાણ ગઇ છે અને અહીં જ અભ્યાસ કરી રહી છે.

જીત બાદ અને કલકત્ત્।ા ટેસ્ટ પહેલાં ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સપોર્ટ સ્ટાફ સહિત ઉજ્જૈન સ્થિત ભગવાન મહાકાલના મંદિર મહાકાલેશ્વર પહોંચીને પૂજા કરી. શાસ્ત્રીએ પૂજાની તસવીર તેમના ટ્વિટર પર શેર કરી છે.  કોચ રવિ શાસ્ત્રી સાથે બોલીંગ કોચ ભરત અરુણ, ફીલ્ડીંગ કોચ આર.શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. તમામ મહાકાલ મંદિરમાં પૂજા કરી અને ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પૂજારીઓ સાથે શાંતિ પાઠ સાંભળ્યો.

(3:49 pm IST)