Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વર્ક મોડ ઓન

કલકત્ત્।ા :  ઇન્ડિયન ટીમ હાલમાં ટેસ્ટમાં ખૂબ જ સારો દેખાવ કરી રહી છે. બાંગલા દેશને પહેલી ટેસ્ટમાં હરાવ્યા બાદ પણ વિરાટ કોહલીને એક પણ દિવસનો આરામ નથી. પહેલી ટેસ્ટ મેચ ધારવા કરતાં વહેલી પૂરી થઈ ગઈ હતી એમ છતાં ઇન્ડિયન ટીમ બીજી ટેસ્ટની તૈયારી પુરજોશમાં કરી રહી છે. બંગલા દેશને એક ઇનિંગથી હરાવ્યા બાદ કોહલી ઈન્ડિયાનો પહેલો કેપ્ટન બની ગયો છે જેણે દસ વાર ઇન્ડિયાને ઇનિંગથી જીત અપાવી હોય. બીજી ટેસ્ટ મેચની તૈયારીના ભાગરૂપે કોહલીએ ગઈ કાલે એક વિડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં તે જિમમાં કસરત કરતો જોવા મળી રહ્યો છે. વિડિયો શેર કરી તેણે લખ્યું હતું કે નો ઓફ ડે.

(3:48 pm IST)