Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વેસ્ટ ઇન્ડીઝને ૫૧ રન ન કરવા દીધા ટીમ ઈન્ડિયાની મહિલા ટીમેઃ પાંચ રને ચોથી ટીર૦ જીતી

ગયાનાઃ  ઇન્ડિયન મહિલા ટીમે  વેસ્ટ ઇન્ડીઝને ચોથી ટીર૦માં ફરી હરાવી હતી. ભારતે ચારેય ટી૨૦ મેચ જીતી લીધી છે અને છેલ્લી રમાવાની હજી બાકી છે. ચોથી મેચ વરસાદને કારણે ૯ ઓવરની થઈ હતી. ઇન્ડિયાએ ૭ વિકેટે ૫૦ રન કર્યા હતા.

જોકે એણે વેસ્ટ ઇન્ડીઝને ૫૧ રનનો ટાર્ગેટ પણ નહોતો કરવા દીધો. અનુજા પાટીલે બે ઓવરમાં ૮ રન આપીને બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા અને રાધા યાદવે પણ બે ઓવરમાં આઠ-આઠ રન આપીને એક-એક વિકેટ લીધી હતી. ઇન્ડિયાની બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફકત ૪પ રન કરી શકી હતી અને ભારતીય ટીમ પાંચ રનથી મેચ જીતી ગઈ હતી.

(3:52 pm IST)