Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રવિ કુમારે અંડર 23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

રવિએ ફાઈનલમાં પહોંચનાર એક માત્ર ભારતીય ખેલાડી હતો.

ભારતના રવિ કુમારે અંડર 23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. 57 કિગ્રા ફ્રી સ્ટાઈલ કેટેગરીની ફાઈનલમાં જાપાનના તોશીહીરો હાસેગાવાને રવિ કુમારને એક તરફી મેચમાં 6-0થી હરાવ્યો હતો. રવિએ ફાઈનલમાં પહોંચનાર એક માત્ર ભારતીય ખેલાડી હતો.

   ઓક્ટોબરમાં હંગરીમાં થયેલી સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ સિલ્વર અને પુજાએ કાંસ્ય પદક જીત્યો હતો. ફ્રી સ્ટાઈલમાં 86 કિગ્રામાં ઉપહાર શર્મા અને 92 કિગ્રામાં સુનીલ કુમાર પાસેથી કાંસ્ય પદકની આશા હજુ જીવંત છે

(12:41 am IST)