Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભારતીય ફૂટબોલ ટીમને જોર્ડનની ટીમે 2-1થી હરાવ્યું

જોર્ડને પહેલી આંતરરાષ્ટ્રીય પ્રેન્ડલી મેચમાં 2-1થી ભારતને હારાવ્યું

ભારતીય ફૂટબોલ ટીમને જોર્ડનની ટીમે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય પ્રેન્ડલી મેચમાં 2-1થી હારાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જોર્ડન ફૂટબોલ ટીમ વર્લ્ડ રેન્કિંગમાં 112 ક્રમે ધરાવે છે. ફીફા રેન્કિંગમાં 97મો ક્રમ ધરાવનાર ભારતીય ટીમ બે ગોલથી પાછળ રહ્યા બાદ સ્કોર બરોબરી કરવાની તક મળી ન હતી.

   મેજબાન જોર્ડન ટીમના આમેર શફીએ 25મી અને અહસાને 58મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતે એક માત્ર ગોલ નીશુ કુમારે 61મી મિનિટે કર્યો હતો.આ મેચમાં ભારતે પોતાના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈકર સુનીલ છેત્રીની ગેરહાજરી વર્તાઈ રહી હતી.

(12:37 am IST)