Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વિમેન્ડ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેરી કોમની વિજયી આગેકૂચ

નવી દિલ્હી:  પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ભારતની ૩૫ વર્ષીય મહિલા બોક્સર મેરી કોમે ઘરઆંગણે શરૃ થયેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિજયી પ્રારંભ કર્યો હતો. મેરી કોમે ૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં વિજયી પંચ સાથે શુભારંભ કરતાં કઝાખ્સ્તાનની એ. ક્લાસેનાયેવાને ૫-૦થી હરાવી હતી. આ જીતની સાથે મેરી કોમે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. મેરીની સાથે ભારતની અન્ય ત્રણ બોક્સરો પણ અંતિમ આઠમાં પ્રવેશી હતી, જેમાં મનીષા મૉન, લોવ્લીના બોર્ગોહાઈન અને ભાગ્યવતી કચારી સમાવેશ થાય છે. જોકે ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એલ. સરિતા દેવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. ઘરઆંગણે ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતે કુલ ૧૦ બોક્સરોને સ્પર્ધામાં ઉતારી છે. મેરી કોમ ઘરઆંગણાની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવાની સૌથી પ્રબળ દાવેદાર મનાય છે. જો મેરી ચેમ્પિયન બનશે તો વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારી બોક્સર બની જશે. કઝાખ્સ્તાન સામેની બોક્સર સામેના મુકાબલામાં મેરી કોમને પાંચેય જજીસે એકમતથી વિજેતા જાહેર કરી હતી. 

 

(5:49 pm IST)