Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

૨૧મી વખત વર્લ્ડ ટાઈટલ જીત્યો પંકજ અડવાણી

ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ મ્યાનમારમાં રમાયેલી વર્લ્ડ બિલિયડ્ર્સ ચેમ્પિયનશીપના લાંબા અને નાના એમ બંને ફોર્મેટમાં વિજય મેળવીને રેકોર્ડ ચોથી વખત આ ટાઈટલ જીત્યુ હતું. ૩૩ વર્ષના આ પંકજ અડવાણીનું આ રેકોર્ડ ૨૧મું ટાઈટલ છે. તેણે ફાઈનલમાં બે વખત એશિયન ગેમ્સમાં સિલ્ર મેડલ વિજેતા ભારતના જ ડી. બી. ભાસ્કરને હરાવ્યો હતો.

(3:46 pm IST)
  • લાલુ પ્રસાદ યાદવની તબીયત લથડી :પગમાં પડ્યા ફોલ્લા :રિમ્સના ડોક્ટરોએ કહ્યું કે ફોલ્લાને કારણે ડાયાબિટીસથી પરેશાન લાલુ પ્રસાદ યાદવનું સુગર સ્તર અને રક્તચાપ બે દિવસથી સતત વધી ગયું:તબીબોની ટીમ સતત ખડેપગે access_time 11:38 pm IST

  • મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સુરક્ષાના કારણોથી અમિતભાઈ શાહનો ભોપાલમાં રોડ શો કેન્સલ કરાયો :ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ફાતિમા રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો કરવાના હતા: પાર્ટીની ગુપ્ત એજન્સીથી મળેલા ઇનપુટ બાદ ભાજપના અધ્યક્ષનો રોડ શો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો access_time 1:14 pm IST

  • સોમવારે ઇંધણના ભાવમાં ઘટાડો ;પેટ્રોલ ણ ડીઝલ થશે સસ્તા ;પેટ્રોલમાં લિટરે 18 પૈસા અને ડીઝલમાં પણ લિટરે 18 પૈસાનો થશે ઘટાડો ;છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાથી વાહન ચાલકોને રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના એકધારા તૂટતાં ભાવને કારણે ઇંધણ સસ્તું access_time 11:56 pm IST