Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

બે વર્ષ બાદ જીત્યો સોન વોન-હો

સાઉથ કોરીયાના સોન વોન-હોએ જાપાનના કેન્ટા નિશિમોટોને હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઈનલમાં હરાવીને બે વર્ષ બાદ કોઈ મોટુ ટાઈટલ જીત્યુ છે. કોરીયાના આ ખેલાડીએ સેમી ફાઈનલમાં વિશ્વના નંબર વન જાપાનના કેન્ટો મોમાટોને હરાવ્યો હતો. ૮૯ મિનિટ સુધી ચાલેલી ફાઈનલમાં સાઉથ કોરીયાના ખેલાડીએ જાપાનના કેન્ટાને ૧૪-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવ્યો હતો.

(3:47 pm IST)