Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જાપાનની નોઝોમી ઓકુહારા બની હોંગકોંગ ઓપન ચેમ્પિયન

જાપાનની નોઝોમી ઓકુહારાએ ફાઈનલમાં થાઈલેન્ડની રાત્ચનોક ઈન્થાનોનને હરાવીને હોંગકોંગ ઓપન ટાઈટલ જીત્યુ હતું. વર્લ્ડ રેન્કીંગમાં છઠ્ઠા ક્રમાંકે રહેલી ઓકુહારાએ ૬૪ મિનિટ ચાલેલી મેચમાં ઈન્થાનોનને ૨૧-૧૯, ૨૪-૨૨થી હરાવી હતી. બંને ખેલાડી વચ્ચે છેલ્લી પાંચ મેચ પૈકી ૪ ભૂતપૂર્વ ચેમ્પિયન ઈન્થાનોને જીતી હતી, પણ ફાઈનલના પ્રેશરમાં ઓકુહારાએ સારૂ પ્રદર્શન કર્યુ હતું.

(3:42 pm IST)