Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

8 મી વખત ભારતીય ફૂટબોલ ટીમે જીતી SAIF ચેમ્પિયનશિપ: સુનીલ છેત્રીએ લાયોનેલ મેસ્સીની કરી બરાબરી

નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમે SAIF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ટીમે ફાઇનલ મેચમાં નેપાળને 3-0થી હરાવીને 8 મી વખત આ ટુર્નામેન્ટ જીતી હતી. ટીમ માટે કેપ્ટન સુનીલ છેત્રી, સુરેશ સિંહ અને અબ્દુલ સમાદે ગોલ કર્યા અને ટીમને ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ મેચમાં ગોલ નોંધાવવાની સાથે, કેપ્ટન સુનીલે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે લિયોનલ મેસ્સીની પણ બરાબરી કરી છે.

(6:07 pm IST)