Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આઈપીએલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત બે - બે મેચોમાં ટાઈ

ટાઈ પે ટાઈ બાદ પંજાબનો વિજય

મેચ બાદ પહેલી સુપર ઓવર પણ બરોબરીમાં રહ્યા બાદ ફરી રમાયેલી સુપર ઓવરમાં ચેમ્પિયન મુંબઈ હાર્યુ : લોકેશ રાહુલ બન્યો મેન ઓફ ધ મેચ

દુબઇ : આઈપીએલની ૧૩મી સીઝનનો ગઈકાલનો દિવસ સુપર સન્ડે બની રહ્યો હતો. સુપર સે ઉપરના મુકાબલા બાદ અત્યાર સુધી કમનસીબ રહેલુ પંજાબ આખરે ચેમ્પિયન મુંબઈને ઝૂકાવીને વિજયી બન્યુ હતું. ગઈકાલે એક નહિં બે - બે સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો હતો. કલકત્તા - હૈદ્રાબાદ બાદ મુંબઈ - પંજાબ વચ્ચેનો જંગ પણ ટાઈ થયો હતો અને વિજેતા નક્કી કરવા સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો. જો કે સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. પંજાબે સુપર ઓવરમાં પાંચ રન બનાવ્યા હતા અને જવાબમાં મુંબઈ પણ પાંચ રન બનાવી શકયુ હતું. ત્યારબાદ ફરી સુપર ઓવર થઈ હતી જેમાં મુંબઈએ પંજાબને જીતવા માટે ૧૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે પંજાબે ચોથા બોલે બનાવી લીધો હતો.

મુંબઈ અને પંજાબ બંને આ સીઝનમાં બીજી વાર સુપરઓવર રમી રહ્યા અને બંને પહેલી વાર હારી ગયા હતા. પંજાબ દિલ્હી સામે અને મુંબઈ બેંગ્લોર સામે ટાઈ બાદ સુપર ઓવરમાં હારી ગયુ હતું.

મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. પંજાબે કેપ્ટન અને મેન ઈન ફોર્મ લોકેશ રાહુલની ૫૧ બોલમાં ૩ સિકસર અને સાત ફોર સાથે ૭૭ રનની લાજવાબ ઈનિંગ્સના જોરે છેલ્લે સુધી લડત આપી હતી અને અંતે ૬ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા.(૩૭.૬)

સીઝનમાં પહેલી વાર ચાર સુપર ઓવર

આઈપીએલમાં ગઈકાલનો દિવસ સુપર સન્ડે જોવા મળ્યો હતો. પહેલી કલકત્તા અને હૈદ્રાબાદ બાદ મુંબઈ અને પંજાબની મેચ પણ ટાઈ થઈ હતી અને બે - બે વાર સુપર ઓવરનો રોમાન્ચ જોવા મળ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં પહેલા કયારેય એક જ દિવસમાં બે - બે સુપર ઓવર નથી જોવા મળી.બીજુ એક સીઝનમાં ચાર - ચાર સુપર ઓવર પણ પહેલી વાર જોવા મળી છે. આ સીઝનમાં અત્યાર સુધી ૩૬ મેચમાં ચાર સુપર ઓવર જોવા મળી છે. આઈપીએલમાં અત્યાર સુધી કુલ ૧૩ સુપર ઓવર જોવા મળી છે. ૨૦૧૩ અને ૨૦૧૯માં બે - બે વાર ટાઈ બાદ સુપર ઓવરનો રોમાન્ચ જોવા મળ્યો હતો.

(2:46 pm IST)