Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પડકારજનક રહેશે: ભુવનેશ્વર કુમાર

નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને લાગે છે કે આગામી ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પડકારજનક રહેશે, ભલે મેજબાન ટીમ પોતાના બે સ્ટાર ખેલાડીઓ ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ વિના મેદાન પર ઉતરશે. આ ઝડપી બોલરને એ પણ લાગે છે કે કોઈપણ વિદેશી પ્રવાસ સરળ નથી હોતો. ભુવનેશ્વરકુમારે જણાવ્યુ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પડકારજનક હશે, કોઈપણ પ્રવાસ સરળ નથી હોતો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પડકારજનક રહેશે, કારણકે જ્યારે તમે પોતાના દેશની બહાર રમો છો તો તમારે કેટલીક નિશ્ચિત પરિસ્થિતિ અનુરુપ ઢળવાની જરુર પડે છે. બોલરો માટે આ સરળ નથી રહેતુ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બોલમાં વધુ મૂવમેન્ટ નથી થતી. ઓસ્ટ્રેલિયાને સ્મિથ અને વોર્નરની સેવા નહીં મળે, કારણકે આ બન્ને ખેલાડીઓ પર દક્ષિણ આફ્રિકાના ગત પ્રવાસ દરમિયાન બોલ સાથે ચેડા માટે એક વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે. આ દિગ્ગજ ખેલાડીઓની અનુપસ્થિતિ અંગે વાત કરતા ભુવનેશ્વરે કહ્યુ કે, હું એ નથી કહી શક્તો કે અમે તેમના પર ભારે પડીશું. તેમની પાસે બે દિગ્ગજ ખેલાડી નથી, જેમણે ટીમ માટે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. પરંતુ તેમની ટીમમાં તેમના સ્થાને અન્ય ખેલાડીઓ છે અને એવુ નથી કે તે સારા નથી

(6:03 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST