Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં પાક. ખેલાડી સરફરાઝ અહેમદ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે આજે સવારે ઉઠ્યા બાદ માથામાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી. તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. સરફરાજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ દરમ્યાન હેલમેટ પર બોલ વાગ્યો હતો. જેથી ચોથા દિવસે તે મેદાન પર વિકેટ કીપિંગ કરવા ઉતર્યો નહોતો.ગુરુવારે પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં સરફરાજને પીટર સિડલે બાઉન્સર માર્યો હતો. આ પહેલા ઉસ્માન ખ્વાજાએ ઘુંટણમાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી, એવામાં ઘુંટણની સર્જરી થવાનું પણ અનુમાવ લગાવવામાં આવી રહ્યું છે. ખ્વાજાની ઇજાની સર્જર થઇ અને તે બાદ આ વાત સામે આવી કે તેને સારુ થવામાં ત્રણથી આઠ અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ તેની સર્જરીની જરૂરિયાત પર નિર્ભર કરે છે.ઓસ્ટ્રેલિયા ટીમના બોલર પીટર સિડલે કહ્યું કે ઘણા ખેલાડીઓને ખ્વાજાની ઇજાની જાણકારી ન હતી. તેને આ ઇજાનો અનુભવ ત્યારે થયો , જ્યારે ખ્વાજા ત્રીજા દિવસની શરૂઆતમાં મેદાન પર ટીમની સાથે હાજર થયો નહીં.

(5:59 pm IST)